નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના ચેરમેન નિષીધભાઈ દેસાઈ દ્વારા શિક્ષણ છોડી ચૂકેલા તેમજ પોતાના વાલી સાથે મજુરી કામ કરતા વિદ્યાર્થીઓનું ડો. હંસા મેહતા પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના ચેરમેન નિષીધભાઈ દેસાઈ દ્વારા શિક્ષણ સમિતિની ડો. હંસા મહેતા પ્રાથમિક શાળામાં શિક્ષણ છોડી ચૂકેલા 4 વિદ્યાર્થીઓનો આજ રોજ પ્રવેશ કરાવવામાં આવ્યો. આ વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ છોડી ચૂકેલા હતા અને પોતાના માતા પિતા સાથે કચરો ઉપાડવાની કામગીરીમાં પોતાનો સમય પસાર કરતા હતા. નીશિધભાઈ દ્વારા પોતાના વિસ્તારની મુલાકાત દરમિયાન આ બાળકોને કામ કરતા જોયા હતા.આ બાબત પર તેમને તાત્કાલિક ડૉ. હંસા મહેતા પ્રાથમિક શાળાના આચાર્યનો સંપર્ક કર્યો હતો અને તેમને વાલી સંપર્ક કરવા માટે ધ્યાન દોર્યું હતું.આચાર્ય દ્વારા વાલીઓને સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં જીગ્નેશ હિરુભાઈ ડામોર, અજય હીરુભાઇ ડામોર,કાજલ હીરુભાઇ ડામોર અને રાજલ દિનેશભાઈ ડામોર નામના વિદ્યાર્થીઓ શાળા છોડી ચુકેલા ધ્યાને આવેલ હતું.આજે ચેરમેન નિષીધભાઈ દેસાઈ, ડો. હંસા મહેતા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના વાલીઓની હાજરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવ્યો હતો.
તેમજ આ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો નોટબુક જેવી તમામ સાધન સામગ્રી મળી રહે તે માટે સૂચન કર્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરામાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રવેશના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે તે માટે ટીમ- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સતત કાર્યરત છે. શિક્ષણ સમિતિમાં હાલ અતિ આધુનિક શાળા બિલ્ડીંગ, સ્માર્ટ ક્લાસ, વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ જેવી સુવિધા ઉપસ્થિત ઊભી કરવામાં આવેલી છે આ ઉપરાંત સ્માર્ટ બાલવાડીનું પણ નિર્માણ દર વર્ષે ક્રમિક કરવામાં આવી રહેલું છે. આ તમામ બાબતોના ફળ સ્વરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ખાનગી શાળા માંથી પણ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયેલો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીનો ડ્રોપઆઉટ રેશીયો ઘટે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની ૧૧૯ શાળાઓ કાર્યરત છે. તેમજ ગત વર્ષે ધોરણ-૮ બાદ ધોરણ -૯ માં વિદ્યાર્થી પોતાનો પ્રવેશથી વંચિત ન રહે એ માટે ૪ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી હતી. તેમજ આ વર્ષે પણ નવી ૬ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવેલ છે.
Reporter: admin