વડોદરા શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. રોજ કોઈને કોઈ સ્થળે ચોરીની ઘટના બનતી હોય છે. શહેરમા કપુરાઈ, તરસાલી, વાઘોડિયા આજવા છાણી અનેક વિસ્તારોમાં કામ અર્થે આવતા લોકો પાર્કિંગ કરીને જતા હોય છે .
આ વાત જાણતા તસ્કરોએ સમયનો ફાયદો ઉઠાવ્યો.આવી બધી માહિતી રાખતા બે ચોરો છેલ્લા બે વર્ષથી બાઇક ચોરી કરી રાજસ્થાનમાં નજીકના ભાવે સપ્લાય કરતા હતા. શહેરના કુલ આઠ જેટલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઈક ચોરીના કેસો ડીસીપી દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.કુલ 19 જેટલી બાઇકો ઓરીકાર કરવામાં આવી છે અને તમામ પોલીસ સ્ટેશન અર્થે આ ગુના અંગે માહિતી આપવામાં આવી છે.
ચેકપોસ્ટ ચેકિંગ કરતા બે ઈસમો બંને બાઈકમાં પકડાયા હતા. બને પાસે આધાર કાર્ડ અને બાઈકના દસ્તાવેજ ન હતા. તેને વધુ પૂછપરછ કરતા પોલીસને શંકા ગઈ હતી અને મોટી કડી મળી જેના આધારે તપાસ કરતા મોટા ભાગના બાઈક રાજસ્થાનમાંથી મળ્યા હતા. હાલ તમામ બાઈક એકત્ર કરી કમ્પલેન કરનાર માલિકોને બોલાવી આગળ સોંપવાની કામગીરી પોલીસે હાથ ધરી છે
Reporter: admin