News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : સવારે ઉઠતાની પેટ સાફ નથી આવતું તો કરો આ એક કામ, આંતરડા સાફ કરી રોજ સવારે પેટ લાવશે સાફ

2024-08-08 15:07:11
આયુર્વેદિક ઉપચાર : સવારે ઉઠતાની પેટ સાફ નથી આવતું તો કરો આ એક કામ, આંતરડા સાફ કરી રોજ સવારે પેટ લાવશે સાફ



કબજિયાતની સમસ્યા ખુબ જ વિકરાળ હોઈ શકે છે. સવારે પેટ સાફ ન આવે તો આખો દિવસ પરેશાની રહે છે. જો કે સવારે પેટ સાફ આવવું તે સારા સ્વાસ્થ્યની નિશાની છે. કબજિયાતની સમસ્યાથી લગભગ મોટાભાગના લોકો પરેશાન છે. અને તેને ઠીક કરવા માટે અનેક ઉપાયો અજમાવવામાં આવે છે. 


આપણા દેશમાં આયુર્વેદને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આજે અમે તમને આ લેખમાં પેટ સાફ માટેના કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવીશું. કબજીયાતની સમસ્યા કેમ થાય છે?:- આપણે કબજિયાતના ઈલાજની વાત કરીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે કબજિયાત અને મળ ત્યાગમાં કેમ બળ કરવું પડે છે તેના કારણો વિશે જાણી લઈએ. અયોગ્ય ખાનપાન, આપણે વધુ પ્રમાણમાં સુકું, ઠંડુ, વાસી, તીખું, અને તળેલું ખાઈએ છીએ. જો આપણે શરીરની જરૂરત મુજબ પાણી નથી પીતા. આપણા ફૂડમાં ફાઈબરની કમી છે. આપણું મેટાબોલીજ્મ યોગ્ય નથી. તમારો સુવાનો અને ઉઠવાનો સમય બદલાય ગયો છે. તમારી લાઈફ સ્ટાઈલ ખુબ જ સુસ્ત રહે છે. 



આ સિવાય ઘણા હેલ્થ ઈશ્યુના કારણે અથવા તમારી જીવનશૈલીમાં ખુબ જ મોટા બદલાવને કારણે આમ થઇ શકે છે.કબજિયાત અને હાઈ સ્ટુલ્સની સમસ્યાને રોકવા માટે લોકો ઘણી વખત લેક્સેટીવ્સ વગેરેનો ઉપયોગ કરે છે. પણ તે ખુબ જ ખરાબ સાબિત થઇ શકે છે. વાસ્તવમાં તે તમારા આંતરડાને નુકશાન પહોચાડી શકે છે અને તે અનહેલ્દી પણ હોય છે. જો તેની આદત પડી જાય તો તમે નોર્મલ રીતે મળ ત્યાગ નથી કરી શકતા.કબજિયાત અને મળ ત્યાગની સમસ્યા કેવી રીતે દુર કરવી?:- તમારી આવી કોઈ સમસ્યા છે તો તેનાથી બચવા માટે તમે ઘણા દેશી ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. જેની માટે તમે રસોડામાં રાખેલ વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો.


Reporter: admin

Related Post