2જ્ણ માટે દૂધી કોફ્તા બનાવવા 300 ગ્રામ જેટલી દૂધી ધોઈને છાલ ઉતારીને છીણી લેવી. હવે આ છીણમા પા ચમચી મીઠુ ઉમેરી મિક્ષ કરી 20 મિનિટ ઢાંકી રાખવું. હવે આ છીણમાથી પાણી નિતારી છીણને કાઢી લેવું.
ત્યાર બાદ તેમાં એક ચોપ કરેલ ડુંગળી, સ્વાદ અનુસાર ચોપ કરેલ લીલા મરચા, એક ચમચી જીરૂ, અડધી ચમચી અજમો અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરૂ, અડધી ચમચી લાલ કશ્મીરી મરચું, 5 ચમચી ચણાનો લોટ, એક ચમચી ચોખાનો લોટ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરવું. હવે આ મિક્ષરને મિક્ષ કરી કોફ્તા બનાવવા હાથમા સહેજ તેલ લઇને નાની સીઝના બોલ બનાવવા. ત્યાર બાદ કઢાઈમાં 7થી 8 ચમચી તેલ ગરમ કરી આ કોફ્તાને શેકી લેવા. થોડો કલર બ્રાઉન થયા પછી તેને એક બાઉલમાં કાઢી લેવા. હવે આ કોફ્તા માટે ગ્રેવી તૈયાર કરવા 3 ટામેટા લઇ તેમાં તજ, 2 થી 3 ઈલાયચી અને 2 લવિંગ અને 3 થી 4 ચમચી પાણી લઇ મિક્ષર જાર મા ગ્રેવી બનાવી લેવી.
હવે જે તેલમાં કોફ્તા શેક્યા હતા એ તેલ ને ગરમ કરી એમાં જીરૂ નો વઘાર કરવો અને જે ટામેટાની ગ્રેવી બનાવી હતી એ ઉમેરી મિક્ષ કરી લેવું. ત્યાર બાદ તેમાં અડધી ચમચી હળદર, પા ચમચી ગરમ મસાલો, એક ચમચી કાશમીરી લાલ મરચું, અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરવું, હવે આ મિશ્રણમાં એક કપ પાણી ઉમેરી ઉકળવા દેવું જેથી બધા મસાલા મિક્ષ થઈ જાય. પાણી ઉકળ્યા પછી બનાવેલા કોફ્તા ઉમેરી ઉપર ચોપ કરેલ ધાણા ઉમેરી 3 થી 4 મિનિટ ઢાંકી દેવું. કોફ્તા ગ્રેવીમાં પ્રોપર ભળી જશે અને કોફ્તા તૈયાર થઈ જશે.
Reporter: admin