એક સાચ્ચા પોલીસનું સપનું હોય છે કે તેઓ ગુનાખોરીનો આંકડો શૂન્ય કરે પરંતુ વડોદરા શહેરના એક પોલીસ સ્ટેશનમાં તો ગુનો નોંધાતા ખુશીઓ મનાવવામાં આવી રહી છે.
ભારતીય ન્યાય સંહિતા હેઠળ 1લી જુલાઈથી અમલમાં આવેલ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ એફ.આર.આઈ. નોંધાતા સોશિયલ મીડિયા પર એફ.આર.આઈ.ની કોપી શેર કરતા વડોદરા સીટી પોલીસે તેને શુભારંભ ગણાવ્યો.સયાજીગંજ પોલીસ મથક ખાતે નવા કાયદા હેઠળ નોંધાયેલ ફરિયાદને એક શુભારંભ ગણાવતા આ મામલે પોલીસ માટે શું ગર્વની વાત છે? શું પોલીસ ઈચ્છે છે કે તેઓની હદ વિસ્તારમાં ગુના થાય અને તેઓના ચોપડે ગુનાઓ નોંધાયા જ કરે?
આવા અનેક સવાલો ઉઠ્યા છે. નવા કાયદાઓનું અમલીકરણ ! First FIR of Vadodara City under BNS, 2023ના શીર્ષક હેઠળ પ્રથમ FIR ની કોપી શેર કરતા વડોદરા સીટી પોલીસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ટ્વિટમાં ટેગ કર્યા હતા.વડોદરા સીટી પોલીસની સોશિયલ મીડિયા પરની આ પોસ્ટ થી ભારે હોબાળો મચી જવા પામ્યો છે. સીટી પોલીસના આવા ટ્વીટથી લોકો ભારે નિંદા કરવા લાગ્યા.
Reporter: News Plus