News Portal...

Breaking News :

રિવાઇઝ પેંશનના મામલે કેન્દ્ર સરકારના બી એસ એન એલના પૂર્વ કર્મચારીઓએ સુત્રોચાર કરીને સરકાર સામે બાયો ચડાવી

2024-07-02 15:05:38
રિવાઇઝ પેંશનના મામલે કેન્દ્ર સરકારના બી એસ એન એલના પૂર્વ કર્મચારીઓએ સુત્રોચાર કરીને સરકાર સામે બાયો ચડાવી


શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બી.એસ.એન.એલ ઓફિસના પ્રાંગણમાં પૂર્વ બીએસએનએલ કર્મચારીઓ દ્વારા પોતાના રિવાઇઝ પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 


છેલ્લા  2017 થી રિવાઇઝ પેન્શનને લઈને અનેક ધરણા પ્રદર્શન પૂર્વ બીએસએનએલ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. સરકારને અસંખ્ય વખત અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં સરકારના કાને તેઓની રજૂઆત ન પડતા તેમને પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં જારી રાખ્યો છે. પૂર્વ બીએસએલ કર્મચારીઓના રિવાઇઝ પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ હતી . નામદાર કોર્ટ દ્વારા bsnlના પૂર્વ કર્મચારીઓને 90 થી 120 દિવસમાં રિવાઇઝ પેન્શનની જોગવાઈ મુજબ ચુકવણું કરવા જણાવવામાં આવ્યું હતું


જેનો અમલ ન થતા સરકારને કન્ટેમટ ઓફ કોર્ટ નો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો આવ્યો છે. વડોદરાના કારેલીબાગ ખાતે આવેલ બીએસએનએલ ઓફિસની પ્રાંગણમાં પૂર્વ કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. વડોદરા બીએસએનએલના પૂર્વ કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે પોતાની રિવાઇઝ પેન્શનની માંગણીની રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે જો આવનારા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા આ દિશામાં નક્કર પગલા લેવામાં નહીં આવે તો આ કર્મચારીઓ દ્વારા જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

Reporter: News Plus

Related Post