News Portal...

Breaking News :

અમેરિકાએ પોતાના 2,500 મરીન કમાન્ડો અને સમુદ્ર તેમજ યુદ્ધ જહાજ USS ત્રિપોલીને મિડલ ઈસ્ટ તરફ આગળ વધવાનો આદેશ

2026-03-14 09:56:15
અમેરિકાએ પોતાના 2,500 મરીન કમાન્ડો અને સમુદ્ર તેમજ યુદ્ધ જહાજ USS ત્રિપોલીને મિડલ ઈસ્ટ તરફ આગળ વધવાનો આદેશ


તહેરાન : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ જણાય છે. 


ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને પગલે અમેરિકાએ આ વિસ્તારમાં પોતાની સૈન્ય તાકાત વધારવા માટે મોટો નિર્ણય લીધો છે.સમગ્ર મિડલ ઈસ્ટમાં જ્યારે તણાવ તેની ચરમસીમાએ છે, ત્યારે અમેરિકાએ પોતાના 2,500 મરીન કમાન્ડો અને સમુદ્ર તેમજ જમીન એમ બંને માર્ગે હુમલો કરવામાં સક્ષમ એવા યુદ્ધ જહાજ USS ત્રિપોલી (USS Tripoli) ને મિડલ ઈસ્ટ તરફ આગળ વધવાનો આદેશ આપ્યો છે. આ તૈનાતીથી આ વિસ્તારમાં અમેરિકન સૈન્યબળોની સંખ્યામાં મોટો વધારો થશે.



ઝડપી પ્રતિસાદ: મરીન એક્સપિડિશનરી યુનિટ (MEU) કટોકટીના સમયે ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરવા માટે જાણીતું છે.
બહુહેતુક મિશન: આ દળો માત્ર સૈન્ય હુમલા જ નહીં, પરંતુ એમ્બેસીની સુરક્ષા, નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અને માનવીય સહાય પહોંચાડવામાં પણ નિષ્ણાત હોય છે.જાપાનથી રવાના: હાલમાં USS ત્રિપોલી અને આ કમાન્ડો જાપાનમાં તૈનાત હતા. તેમને ઈરાન નજીકના સમુદ્રી વિસ્તારમાં પહોંચતા અંદાજે એક અઠવાડિયા કરતા વધુ સમય લાગી શકે છે.

Reporter: admin

Related Post