News Portal...

Breaking News :

વરઘોડો કાઢવા જેવી સાધારણ બાબતમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભારે હિંસક અથડામણ

2026-03-14 14:33:32
વરઘોડો કાઢવા જેવી સાધારણ બાબતમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભારે હિંસક અથડામણ


પાટણ: સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી સાધારણ બાબતમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભારે હિંસક અથડામણ સર્જાઈ છે. 


અગાઉના પ્રતિબંધ અને વિવાદોને જોતા ભારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, પરંતુ અદાવત રાખીને આજે ફરી બંને જૂથો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. એક જ જાતિના બે અલગ અલગ જૂથો સામે આવી જતાં આ હિંસક અથડામણમાં અંદાજે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.વિગતે વાત કરીએ તો, પાટણ જિલ્લા સરસ્વતી તાલુકા વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે લાંબા સમયથી સામાજિક અને સ્થાનિક સ્તરે વિવાદ ચાલી રહ્યો હતો અને વરઘોડા પર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી. 


આ સંજોગોમાં એક પરિવારે લગ્ન પ્રસંગ હોવાથી સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. ત્યારે ગઈકાલે શુક્રવારે પોલીસની હાજરીમાં વરઘોડો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો અને માતાજીના મંદિરે દર્શન કરીને જાન રવાના થવાની તૈયારીમાં હતી, પરંતુ મજાનો માહોલ કેટલાક શખ્સોને ખૂંચ્યો હતો.

Reporter: admin

Related Post