News Portal...

Breaking News :

લદ્દાખના પ્રમુખ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ

2026-03-14 13:56:15
લદ્દાખના પ્રમુખ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ


દિલ્હી : કેન્દ્ર સરકારે લદ્દાખમાં ચાલી રહેલા ગતિરોધનો અંત લાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. 


ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ મળેલી શક્તિઓનો પ્રયોગ કરીને લદ્દાખના પ્રમુખ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે.ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસનો માહોલ બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ નિર્ણય તમામ હિતધારકો (Stakeholders) સાથે "રચનાત્મક અને અર્થપૂર્ણ વાતચીત" ને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે.


સરકારનું માનવું છે કે આ પગલાંથી લદ્દાખની માંગણીઓને લઈને ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવામાં મદદ મળશે. સોનમ વાંગચુક છેલ્લા લાંબા સમયથી લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ (6th Schedule)માં  સમાવવા અને રાજ્યનો દરજ્જો આપવા જેવી માગોને લઈને આંદોલન કરી રહ્યા છે.

Reporter: admin

Related Post