News Portal...

Breaking News :

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાને મિસાઈલથી હુમલો

2026-03-14 11:44:03
સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાને મિસાઈલથી હુમલો


સાઉદી : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 


સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાને મિસાઈલથી હુમલો કર્યો છે, જેમાં અમેરિકાના 5 વિમાનોને નુકસાન થયું છે.ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ હવે ઇરાનના અંદરના વિસ્તારો સુધી પહોંચી રહ્યો છે. ઇઝરાયલી સેનાએ ઉત્તર-પશ્ચિમ ઇરાનના તાબ્રિઝ (Tabriz) શહેરના પશ્ચિમમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા નાગરિકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા માટે સત્તાવાર ચેતવણી આપી છે. 


ઇઝરાયલના ફારસી ભાષાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નકશો જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, તેઓ આ વિસ્તારમાં રહેલા સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને એક પિસ્ટન ફેક્ટરીની આસપાસના મથકોને નિશાન બનાવવા જઈ રહ્યા છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોની સુરક્ષા માટે આ વિસ્તારમાંથી દૂર જવું અનિવાર્ય છે, કારણ કે ત્યાં રહેવું તેમના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે.

Reporter: admin

Related Post