પૂર્વ મેયર પિંકી સોની અને પૂર્વ ચેરમેન શિતલ મિસ્ત્રી એટલા વિવાદમાં રહ્યા છે કે તેમને, બાઉન્સરો સાથે રાખવા પડતા. સંગઠન ફરી તેમને ટિકિટ આપવાની ફરી ભૂલ કરશે નહી..

કોર્પોરેશનનું બોર્ડ વિખેરાયું હોદ્દો ગયો, પણ નશો નથી ઉતર્યો!..
શહેરમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામ હોદ્દેદારો તેમજ કોર્પોરેટરો "માજી" બની ગયા છે. જો તેમણે સારા કામો કર્યા હશે તો જ તેમને પાર્ટી ટિકિટ આપશે.લોકો તેમને ફરીથી જીતાવશે કે હરાવશે તે તો સમય જ બતાવશે.સત્તાનાં નશામાં પાંચ વર્ષ મસ્ત રહેનારા આ કોર્પોરેટરો અને હોદ્દેદારો પૂર્વ બનીને જ રહેશે.જો કે હોદ્દા પરથી ઉતરી ગયા બાદ પણ કેટલાક પૂર્વ નેતાઓમાં હજી સુધી પોતાના હોદ્દાનો નશો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ મેયર પિંકી સોની હજી પણ પોતાની જાતને મેયર માને છે, જ્યારે પૂર્વ ચેરમેન શીતલ મિસ્ત્રી પણ પોતાને હજી સ્થાયી સમિતિના ચેરમેન તરીકે જ રજૂ કરી રહ્યા છે.આ વાત એટલા માટે કહી શકાય છે કે પૂર્વ મેયર પિંકી સોનીના ઘર પર આજે પણ “મેયર”નું બોર્ડ લગાવેલું જોવા મળે છે. તેઓ હવે મેયર તો દૂર, કોર્પોરેટર પણ નથી, છતાં નાગરિકોને તેઓ હજી મેયર છે તેવો ભ્રમ થાય તે રીતે મેયરના બોર્ડનો ઉપયોગ કરતા હોવાનું જોવા મળે છે.
બીજી તરફ પૂર્વ ચેરમેન શીતલ મિસ્ત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ ચેરમેન તરીકેની ઓળખ દર્શાવવામાં આવી રહી છે. આ રીતે તેઓ લોકોને ભ્રમિત કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.જ્યારે સત્તા હતી ત્યારે બંને પૂર્વ નેતાઓ સત્તાના નશામાં હોવાનું કહેવામાં આવતું હતું, પરંતુ હવે કોર્પોરેશનનું બોર્ડ વિખેરાઈ ગયું છે અને કોર્પોરેટરોનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ ગયો છે. તેમ છતાં શીતલ મિસ્ત્રી હજી પણ પોતાની ઓળખ ચેરમેન તરીકે જ આપી રહ્યા છે.જો કે વડોદરાની જનતા સમજદાર છે અને નેતાઓના આવા પ્રયત્નોથી હવે ભ્રમિત થવાની નથી. પાંચ વર્ષ દરમિયાન પ્રજાએ તેમની વાતો અને વચનોનો અનુભવ કરી લીધો છે.
Reporter:







