તહેરાન : કિમ જોંગ ઉનના નેતૃત્વ હેઠળના ઉત્તર કોરિયાએ પણ હવે ઈરાન વિશે મોટું નિવેદન આપ્યું છે.
ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના અમેરિકા-ઈઝરાયલના હુમલામાં મોત બાદ ઈરાને નવા સુપ્રીમ લીડર તરીકે તેમના દીકરા મોજતબા ખામેનેઈની પસંદગી કરી છે. ત્યારે આ મામલે ઉત્તર કોરિયાનું કહેવું છે કે ઈરાનને તેમના નવા સુપ્રીમ લીડરની પસંદગી કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને આ તેમની પસંદગીની વાત છે. આ સાથે ઉ.કોરિયાએ ઈરાન વિરુદ્ધ થઈ રહેલા અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓને પણ વખોડ્યા હતા અને તેને ગેરકાયદે ગણાવ્યા હતા.
અમેરિકાએ હવે ઈરાનના એવા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જે જમીનની નીચે સેંકડો ફૂટ ઉંડે બંકરોમાં છુપાયેલા છે. અહેવાલ મુજબ, અમેરિકાએ 2000 પાઉન્ડ વજનના ડઝનબંધ જીપીએસ- નિયંત્રિત 'બંકર-બસ્ટર' બોમ્બ ઈરાન પર ફેંક્યા છે. આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની મિસાઈલ બનાવવાની અને તેને દાગવાની ક્ષમતાને મૂળમાંથી ખતમ કરવાનો છે.
Reporter: admin







