News Portal...

Breaking News :

દેશ કોઈના બાપનો નથી : અસદુદ્દીન ઓવૈસી CO કુલદીપ કુમારના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું

2026-03-14 13:59:52
દેશ કોઈના બાપનો નથી : અસદુદ્દીન ઓવૈસી CO કુલદીપ કુમારના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું


સંભલ : ઉત્તર પ્રદેશના સંભલમાં તહેનાત CO કુલદીપ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 


આ વીડિયોમાં તેઓ જુમ્માની નમાઝ (શુક્રવારની નમાઝ) અંગે કડક સૂચનાઓ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો ઈરાનના સમર્થનમાં પ્રોટેસ્ટ કરશે અથવા રસ્તા અરાજકતા ફેલાવશે તેમનો પોલીસ 'યોગ્ય ઈલાજ' કરશે. જે લોકો ઈરાન માટે દુ:ખી થઈ રહ્યા છે તેમણે સીધા ઈરાન જતું રહેવું જોઈએ. હાલમાં CO કુલદીપ કુમારના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ COના નિવેદનની આકરી ટીકા કરી અને તેમના પર ભડક્યાં છે. 


તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, 'આ દેશ કોઈના બાપનો નથી જે અમને ક્યાંય જવા માટે કહી રહ્યા છે.'તમને જણાવી દઈએ કે, એક જાહેર રેલીને સંબોધિત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, 'મેં પણ સંભલ COનો વીડિયો જોયો છે. તેમાં તેઓ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમોને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે અને ઈરાનનું નામ લઈને ધમકાવે છે. શું આ દેશ તેમના (CO)ના બાપનો છે? દેશ બંધારણથી ચાલશે કે કોઈના શબ્દોથી?'

Reporter: admin

Related Post