News Portal...

Breaking News :

તંત્રની બેદરકારીથી ઊંટ ગટરમાં ફસાયું, સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ

2026-03-14 13:49:51
તંત્રની બેદરકારીથી ઊંટ ગટરમાં ફસાયું, સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ


કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 


અહીં રસ્તા પર આવેલા પાણીના વાલ્વના ખુલ્લા ઢાંકણામાં એક ઊંટનો પગ ફસાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૂંગું પશુ પીડાથી કણસતું જોઈને આસપાસના લોકો તાત્કાલિક વહારે આવ્યા હતા.તંત્રની રાહ જોયા વગર જાગૃત નાગરિકોએ ભારે જહેમત અને મહામહેનતે ઊંટના પગને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનું રેસ્ક્યુ કર્યું હતું. 


સ્થાનિકોમાં રોષ છે કે જો આ જગ્યાએ કોઈ નાનું બાળક કે વાહનચાલક હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. વારંવારની રજૂઆતો છતાં તૂટેલા ઢાંકણા ન બદલાતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે.

Reporter: admin

Related Post