News Portal...

Breaking News :

બરાનપુરા વિસ્તારમાં સામાન્ય અણબનાવે એક મહિલાનો જીવ લીધો છે.

2026-03-14 11:06:02
બરાનપુરા વિસ્તારમાં સામાન્ય અણબનાવે એક મહિલાનો જીવ લીધો છે.


વડોદરાના બરાનપુરા વિસ્તારમાં પેટ્રોલ પંપની સામે આવેલી બકરાવાડી ખાતેના નારાયણ એવન્યુ કોમ્પ્લેક્સમાં સનસનાટી મચી ગઈ છે. 


અહીં રીટાબેન સોલંકી નામની મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.હત્યાનું કારણ: પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. આ વિવાદ એટલો વકર્યો કે પતિ બંટી સોલંકીએ આવેશમાં આવી પોતાની પત્નીની હત્યા કરી નાખી રાત્રિ ના સમયે બનેલી આ ઘટના ની જાણ થતા જ વાડી પોલીસ અને નવાપુરા પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ પણ સ્થળ પર પહોંચીને પુરાવા એકત્રિત કર્યા છે 


મૃતક રીટાબેનને સંતાનમાં બે પુત્ર છે, જેમણે આજે માતાની છત્રછાયા ગુમાવી છે.પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે 


Reporter: admin

Related Post