News Portal...

Breaking News :

બરોડા ડેરી વિવાદમાં તંત્ર એક્શન મોડમાં

2026-03-14 11:27:47
બરોડા ડેરી વિવાદમાં તંત્ર એક્શન મોડમાં


બરોડા ડેરી સાથે જોડાયેલા વિવાદે હવે ગરમ રાજકીય રૂપ ધારણ કર્યું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ડેરી સંચાલનમાં અનિયમિતતાઓ અંગે ફરિયાદ કરવામાં આવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. 



ફરિયાદના આધારે ઓડિટ પ્રક્રિયા શરૂ થતાં ડેરી સંચાલકોમાં હડકંપ મચ્યો છે.મળતી માહિતી મુજબ વેજપુર અને પ્રતાપપુરા દુધ ઉત્પાદક સહકારી મંડળીઓના સંચાલકોએ તંત્રની કાર્યવાહીથી બચવા માટે ડેરીના કચેરી પર ‘ખંભાતી તાળા’ મારી દીધા હતા. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓડિટ માટે આપવામાં આવેલા આદેશની અવગણના કરાતા મામલો વધુ ગંભીર બન્યો હતો.આ પરિસ્થિતિમાં જિલ્લા રજિસ્ટ્રારની ટીમ મામલતદાર અને પોલીસ કાફલા સાથે બંને ડેરી પર પહોંચી હતી. 


સરકારી આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના કારણે તંત્ર દ્વારા તાળા તોડી કચેરીના દફતર કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.તંત્રના સૂત્રો અનુસાર ડેરી સંચાલનમાં થયેલી સંભવિત અનિયમિતતાઓની તપાસ માટે ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. ઓડિટ પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો મેળવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.આ ઘટનાને પગલે બરોડા ડેરીનું રાજકારણ ગરમાયું છે અને સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલી આ ખેંચતાણ હવે વધુ ચર્ચાનો વિષય બની છે.


Reporter:

Related Post