તત્કાલીન PI જે. વી. ધોળા, PI વી. એસ. વણઝારા SIT પૂછપરછ માટે ગાંધીનગર થી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે લઇ ગયા.રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ કરવા નિમાયેલી સીટે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે જેમાં ચોકાવનારાં તારણો હોવાનું બહાર આવ્યાં છે. જેમાં ટીઆરપી ગેમ ઝોન છેલ્લા ૩ વર્ષથી વધુ સમયથી ધમધમી રહ્યું હતું. તેમજ ગેમ ઝોને વિના મંજૂરીએ પાકુ બાંધકામ કર્યું તેમ છતાંય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ચકાસણી જ કરી ન હતી. TRP ગેમ ઝોનના સંચાલકોએ ટેમ્પરરી બાંધકામ માટે પણ કોઈ મંજૂરી લીધી ન હતી.રાજકોટ અગ્નિકાંડમા SIT રિપોર્ટમાં ચોંકાવનારા અવલોકનો સામે આવ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાનની ઘોર બેદરકારી આ આખીય આગ કરુણાંતિકા માટે જવાબદાર છે. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છેકે, ગેમ ઝોનમાં પ્રથમ માળે જવા માત્ર 4થી 5 ફૂટની એક જ સીડી હતી. આ કારણોસર આગ લાગી ત્યારે સીડી જ તૂટી પડી હતી પરિણામે લોકો નીચે ઉતરી શક્યા નહી અને જીવતા ભૂંજાયા હતાં.
TRP ગેમ ઝોનમાં પાકું બાંધકામ કરી દેવાયુ છતાંય મ્યુનિ.કોર્પોરેશને કોઈ તપાસ કરી ન હતી. ટેમ્પરરી સ્ટ્રક્ચરના બહાને પાકુ બાંધકામ કરી દેવાયું હતું. સાથે સાથે ટેમ્પરરી બાંધકામની પણ મંજૂરી લેવાઈ ન હતી. આમ છતાંય મ્યુનિ.કોર્પોરેશને ધ્યાન આપ્યુ ન હતું.
મહત્વની વાત એછેકે, બિનખેતીની જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તી ચાલી રહી હતી છતાંય ભ્રષ્ટ અધિકારીઓને મેળા પીપણાથી બધુય લૉલલોલ ચાલ રહ્યું હતું. સ્થાનિક ફાયર ઓફિસરે ગેમ ઝોનની સ્થળ વિઝીટ કરી ન હતી. માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પણ તપાસ કરવાનું ટાળ્યુ હતું. આમ, સીટના રિપોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાન વિભાગની લાપરવાહી સામે આવી છે. હવે સીટના પ્રાથમિક રીપોર્ટ આધારે સરકાર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
આ દરમિયાન રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં રાજકોટ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરીને TPO મનોજ સાગઠિયાની ધરપકડ કરી છે. સાથે જ મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરી છે. માહિતી મુજબ, ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સસ્પેન્ડ કર્યા છે.
રાજકોટમાં આખરે અગ્નિકાંડના પાપીઓ પર રાજ્ય સરકારે કાર્યવાહીનો કોરડો વિંઝ્યો છે. માહિતી મુજબ, TPO મનોજ સાગઠિયા સહિત કુલ 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે મુકેશ મકવાણા ગૌતમ જોશી અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી છે. સાથે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને ફરજ પરથી પણ સસ્પેન્ડ કર્યા છે.
તત્કાલીન PI તાલુકા પોલીસ જે.વી. ધોળાતત્કાલીન PI તાલુકા પોલીસ સ્ટેશન વી. એસ. વણઝારાને વધુ પૂછપરછ માટે ગાંધીનગર થી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે લઇ છે.
Reporter: News Plus