News Portal...

Breaking News :

ગુજરાત સરકાર જાગી છે અને ફાયર એક્ટમાં સુધારો લાવી જવાબદારી કોના શિરે ઠોકશે?

2024-05-31 14:58:50
ગુજરાત સરકાર જાગી છે અને ફાયર એક્ટમાં સુધારો લાવી જવાબદારી કોના શિરે ઠોકશે?


અનેક નિર્દોષ લોકોની સાથે માસૂમ ભૂલકાઓ પણ રાજકોટના માનવ સર્જિત લાક્ષાગૃહની આગમાં હોમાઈ ગયા હતા . રાજકોટના ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે અધિકારીઓ, સરકાર અને કસુરવાર સંચાલકના પાપે સંખ્યાબંધ લોકોને દર્દનાક મોત મળ્યું હતું. સુરતનું તક્ષશીલા, અમદાવાદની આગ, વડોદરાની બોટ ઘટના આવી અનેક ઘટનાઓમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યું છે. ત્યારે હવે રાજકોટની આ ગોઝારી ઘટના બાદ ગુજરાત સરકાર જાગી છે અને ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા કરી રહી છે. નવા સુધારમાં એવી વિચારણા ચાલી રહી છેકે, હવેથી પ્રાઈવેટ એકમોમાં ખાનગી ફાયર અધિકારીઓ જ કરશે સાધનોની ચકાસણી, જો કોઈ ખામી જણાશે તો જેતે ફાયર અધિકારીની જવાબદારી રહેશે.


રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી છે. હવે સરકારની પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે. ભીડવાળી જગ્યાએ કોમર્શિયલ એકમોએ રાખવા પડી શકે ખાનગી ફાયર ઓફિસર. આગ લાગવાની ઘટનામાં ફાયર ઓફિસરની  જવાબદારી રહેશે. સરકારી વ્યવસ્થા પર ભારણ ન વધે તે માટે સરકારની વિચારણા ચાલી રહી છે. મોલ, થિયેટર, હોટલ, કોમ્યુનિટી હોલ સહિતના એકમો આવરી લેવાશે. ખાનગી ફાયર ઓફિસર જ સાધનોની ચકાસણી સહિતની કામગીરી કરશે. કોઈ ખામી જણાશે તો તેની જવાબદારી રહેશે. ખાનગી ફાયર ઓફિસર પર સરકારનું પણ નિયંત્રણ રહેશે.



આજે અધિકારીઓને કોર્ટમાં હાજર કરાશે
રાજકોટ આગકાંડમાં 4 અધિકારીની પોલીસે કરી ધરપકડ. આજે અધિકારીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. TPO એમ.ડી. સાગઠિયા, ATPO મુકેશ મકવાણાને રજૂ કરાશે. ATPO ગૌતમ જોશી, ફાયર ઑફિસર રોહિત વિગોરાને કરાશે રજૂ. રાજકોટ આગકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભુંજાયા. આજે રાજકોટ આગકાંડ મામલે SITના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીની ચેમ્બરમાં બોલાવાશે.
આજે મનપા તત્કાલ કમિશનર અને તત્કાલીન પોલીસ કમિશનરને બોલાવાશે. આગકાંડ મામલે અધિકારીઓના નિવેદન લેવામાં આવશે.આ ઉપરાંત અગ્નિકાંડમાં વધુ અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. વધુ 4 અધિકારીઓને CID ક્રાઈમનું તેડું આવ્યું છે  . એક ATPO, 2 આસિ.ઇજનેર, ફાયરમેનને ગાંધીનગરનું તેડું મળ્યું છે . ATPO મુકેશ મકવાણા, ફાયરમેન જયેશ ડાભીને થશે સવાલ. આસિ. ઇજનેર રુદ્ર વાદી, ગૌતમ ફફલને પણ  સવાલ કરાશે.

Reporter: News Plus

Related Post