1725 માં આ દિવસે જન્મેલા, અહલ્યાબાઈ હોલકર મરાઠા સંઘમાં ઈન્દોરની રાણી હતી. તેમના લગ્ન નાની ઉંમરે ખંડેરાવ સાથે થયા હતા. 1754 માં, ખંડેરાવ યુદ્ધ દરમિયાન વીરગતિને પ્રાપ્ત થયા હતા. બાદમાં અહિલ્યાદેવીને હોલ્કર સામ્રાજ્યની કમાન સોંપવામાં આવી.
તેમને ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ રાણીઓમાંની એક ગણવામાં આવે છે. દેશના જુદા જુદા ભાગોમાં ઘણી ધર્મશાળાઓ બનાવવાનો શ્રેય અહિલ્યા બાઈ હોલકરને જાય છે. 13 ઓગસ્ટ 1795ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અહમદનગર જિલ્લાનું નામ હવે અહિલ્યાબાઈ હોલકર છે. સીએમ શિંદેએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિના અવસર પર આ જાહેરાત કરી હતી. જેને લઇ આજે ગુજરાત પાલ મહાસભા, જિ. વડોદરા દ્વારા આજે સરદાર એસ્ટેટ સર્કલ શોભાયાત્રા કાઢવામાં આવી હતી
જેમાં બાળકો એ વેશભૂષા ધારણ કર્યાં હતાં ને ધોડા ગાડી માં દેવી અહલ્યાબાઈ હોલકરજી નો ફોટો મુકવામાં આવ્યો હતો અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા સરદાર એસ્ટેટ સર્કલ શોભાયાત્રા નીકળી ને શ્રી ઓમકારેશ્વર મંદિર-પરિવાર સમાપન થઈ હતી.
Reporter: News Plus