વડોદરા શહેર-જિલ્લાનો સિઝનનો કુલ એવરેજ વરસાદ 16.52 ઇંચ નોંધાયો છે જેમાં સાવલીનો સિઝનનો 10.11 ઇંચ, વાઘોડિયામાં સિઝનનો 14.01 ઇંચ, ડભોઇમાં સિઝનનો 17.28 ઇંચ, પાદરામાં સિઝનનો 19.33 ઇંચ, કરજણમાં સિઝનનો 20.65 ઇંચ, શિનોરમાં સિઝનનો 18.42 ઇંચ, ડેસરમાં સિઝનનો 8.77 ઇંચ અને વડોદરામાં સિઝનનો 23.54 ઇંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકના વરસાદ પર જો નજર કરીએ તો સાવલીમાં 1.27 ઇંચ, વડોદરામાં 4.05 ઇંચ, વાઘોડિયામાં 1.02 ઈંચ, ડભોઇમાં 0.98 mm એટલે પોણો એક ઇંચ, પાદરામાં 0.90 mm એટલે પોણા એક ઈંચ, કરજણમાં 1.14 ઇંચ, શિનોરમાં 0.94 mm એટલેકે પોણા એક ઇંચ અને ડેસરમાં 1.88 ઈંચ વરસાદ વરસ્યો છે.
આ સિવાય આજે સવારે 10 વાગ્યાની સ્થિતીએ આજવા સરોવરનું જળસ્તર 211.70 ફૂટ અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર 1575 ફૂટ હતું. અને આ બંને જળાશયોની સપાટી હાલ સલામત જળસ્તરની નીચે ચાલી રહી છે.
Reporter: admin