રાજ્યભરમાં બાળકો અને યુવાનોમાં હૃદયરોગના હુમલાના કારણે મોત નીપજવાના બની રહેલા ચિંતાજનક બનાવોએ તંત્ર સહીત જનતાની ચિંતા વધારી છે. ત્યારે આ બધા વચ્ચે વડોદરા શહેરના ખટંબા ખાતે ધોરણ 12માં અભ્યાસ કરતા 17 વર્ષીય વિધાર્થીનું હૃદય રોગના હુમલાના કારણે મોત નીપજ્યું.
એકના એક સંતાનને ગુમાવનાર પરિવાર પર વ્રજાઘાત થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલ ખટંબા ખાતે અક્ષર રેસીડેન્સીમાં રહેતા અને રેલવેમાં સિનિયર ટેક્નિશ્યન તરીકે ફરજ બજાવતા પ્રણવભાઈ શાહ અને તેમના પત્ની કિન્નરીબેન શાહ જે શિક્ષિકા છે. તેઓના 17 વર્ષીય એકનો એક પુત્ર સમર્થ શાહ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.
ગત ૨૬ જુલાઈના રોજ સમર્થ ભારે વરસાદના કારણે સ્કૂલે ગયો ન હતો. સમર્થને બે ત્રણ વખત ઊલટીઓ થઈ અને અચાનક જ તેને ગભરામણ થવા લાગી જેના બાદમાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં ડોકટરે તપાસ કરતા તેના પલ્સ પણ ઘટી ગયા. જેના બાદમાં તેને ગંભીર હાલત હોવાથી બીજી હોસ્પિટલમાં આઇસીયુમાં રાખવામાં આવ્યો. જ્યાં ગત 27મી જુલાઈએ સારવાર દરમિયાન તેનું હાર્ટ એટેકથી મોત થયું હતું. એકના એક દીકરાના મોતથી માતા-પિતા આઘાતમાં સરી પડ્યા.
Reporter: