ભુજ: ગુજરાતનો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ટ્રક માફીઆઓ માટે પ્રવેશ દ્વાર બની ગયો છે કસ્ટમ વિભાગે મુંદ્રા અદાણી બંદરેથી આફ્રિકન દેશોમાં નિકાસ માટે જઈ રહેલાં બે શંકાસ્પદ કન્ટેઈનરોમાંથી 110 કરોડના મૂલ્યની ટ્રામાડોલ ટેબ્લેટ એટલે કે અફીણમાંથી બનતી ગોળીનો જથ્થો જપ્ત કરતાં ચકચાર પ્રસરી જવા પામી છે.
કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના આફ્રિકા તરફ જવા નીકળેલા બે કન્ટેનરોને અટકાવ્યા હતા અને નિષ્ણાતોને સાથે રાખી હાથ ધરાયેલી તપાસમાં આ દવાઓ ભરેલાં કન્ટેઈનર જપ્ત કરી લીધા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ બાતમીના આધારે મુંદ્રા કસ્ટમ્સના સ્પેશ્યલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (એસઆઇઆઇબી)ની ટુકડીએ રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના આફ્રિકા તરફ જવા નીકળેલા બે કન્ટેનરોને અટકાવ્યા હતા અને નિષ્ણાતોને સાથે રાખી હાથ ધરાયેલી તપાસમાં આ દવાઓ ભરેલાં કન્ટેઈનર જપ્ત કરી લીધા હતા.
આ બે કન્ટેઈનરમાંથી ૨૫ મિલિગ્રામની એક ટેબ્લેટની કુલ ૬૮ લાખ ટેબ્લેટ જપ્ત કરાઈ છે.રાજકોટની પેઢી દ્વારા ડાઈક્લોફેનેક ટેબ્લેટ અને જેબેડોલ ટેબ્લેટની આડમાં ટ્રામાડોલની ગોળીઓ આફ્રિકાના સીએરા લીઓન અને નાઈજર દેશમાં નિકાસ કરાતી હતી તેમ આ કાર્યવાહી સાથે જોડાયેલા તપાસકર્તાએ જણાવ્યું હતું. કસ્ટમ્સ વિભાગને કન્ટેઈનરોની પાછળથી ટ્રામાકિંગ 225 અને રોયલ 225 નામની કંપનીની ટ્રામાડોલની ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.
Reporter: admin