શહેરમાં ચોરો પોલીસને ચેલેન્જ આપતા હોય એવું દેખાઈ રહ્યું છે.થોડા દિવસ અગાઉ ભાયલી વિસ્તારમાંથી આખે આખી તિજોરી તસ્કરો ઉઠાવી ગયા હતા. બે દિવસ અગાઉ કમિશનર બંગલાના નજીક જ જ્વેલર્સ ની દુકાન માં ચોરી થઈ હતી.
ત્યારે ગત રોજ શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ કાછીપોળ ખાતે વહેલી સવારે ચોરી કરવા આવતા સ્થાનિક લોકો એ ચોરો ને પકડી ને નવાપુરા પોલીસ સ્ટેશન એ સોંપવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે તસ્કરો હથિયારો લઇ આવ્યા હતા અને વહેલી સવારે રીક્ષા માં આવ્યા હતા અને મકાનો માં ચોરી કરી હતી અને આ પોળ માં તમામ પુરોષો વહેલી સવારે પોતાનો નોકરી - વ્યાપાર કરવા માટે જતા હોય છે ત્યારે ચોરોએ બે મકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં સ્થાનિક લોકો જોઈ જતા ચોરોને પકડી પાડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ પ્રાર્થના 2 30 કલાકે ફોન કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ સવારે 5:00 કલાકે આવે છે
પોળ ના યુવાનોને પણ માર મરવામાં આવે છે પરંતુ આક્ષેપ છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે તો સ્થાનિક યુવાનો પર પોલીસ દ્વારા હુમલો કેમનો કર્યો હતો સાથે સ્થાનિકો એ લોકોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા હતા અને આજે સવારે પોળ માં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. હાલ તસ્કરોને નવાપુરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે.
Reporter: News Plus