News Portal...

Breaking News :

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવશે

2024-05-31 10:16:04
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  રાજકોટ આવશે


TRP અગ્નિકાંડને લઈને અત્યારે રાજ્યભરમાં તપાસો ચાલી રહીં છે.હાલ રાજકોટમાં અત્યારે તંત્ર સફાળું જાગ્યું છે. એસઆઈટીની રચના પણ કરી દેવામાં આવી છે.જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહીં છે. 


આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  આજે રાજકોટમાં આવવાના છે. મળતી જાણકારી પ્રમાણે તેઓ સોમનાથના દર્શને આવી રહ્યા છે.પરંતુ સોમનાથ મહાદેવના દર્શને જતા પહેલા રાજકોટમાં ટૂંકું રોકાણ કરવાના છે. વિગતો પ્રમાણે રાજકોટ હિરાસર એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરવાના છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ એરપોર્ટ પર અધિકારી અને પદાધિકારી સાથે આ અગ્નિકાંડ મામલે ચર્ચા કરવાના છે. ઉલ્લેખનીય છે કે,રાજકોટ અગ્નિકાંડને લઇને વિગતો મળવશે.આ સાથે સાથે રાજકોટ અગ્નિકાંડમાં થયેલ કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે,અગ્નિકાંડ બાદ રાજકોટમાં અત્યારે લોકોમાં શોકની લાગણી છે, અને ઘટનાના આરોપીઓ સામે કાર્યવાહી થશે તેવી રાહ જોઈને બેઠા છે, ત્યારે અમિત શાહ આ ઘટનાને લઈને તમામ પ્રકારની વિગતોની ચર્ચા કરશે.



તમને જણાવી દઇએ કે, આજે બપોરે 3 વાગ્યાની આસપાસ અમિત શાહનું હિરાસર એરપોર્ટ પર આગમન થશે.અહી થોડો સમય રોકાયા બાદ તેઓ સોમનાથ નિકળી જશે.પરંતુ રાજકોટ આવી અમિત શાહ આ મામલે ચર્ચા કરશે.રાજકોટ દુર્ઘટનામાં અત્યારે સુધીમાં 27 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તેમના પરિવારજનોમાં અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ પણ અત્યારે આરોપીઓને સજા થાય તેની રાહ જોઈને બેઠા છે. જો કે, અગ્નિકાંડ મામલે અત્યારે સઘન તપાસ પણ ચાલી રહીં છે. એટલું જ નહીં પરંતુ 4 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી 

Reporter: News Plus

Related Post