હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂનની આસપાસ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચશે.હવામાન વિભાગની આગાહી અનુસાર કેરળમાં જે ચોમાસાએ દસ્તક દીધી છે.તેને આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ છે
આથી ગુજરાતમાં તેમને નિર્ધારિત તારીખની આસપાસ ચોમાસું દસ્તક દેશે.આ વર્ષે ભારતમાં સારું ચોમાસું છે તથા કેરળ માટે 1 જૂન ચોમાસાની નિર્ધારિત તારીખ છે. પરંતુ આ વર્ષે તેનાથી બે દિવસ પહેલા ભારતમાં દસ્તક દીધી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
હજુ આગામી બે દિવસ દરમિયાન કચ્છ, બનાસકાંઠા ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત પવનની દિશા પશ્ચિમ થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.જો કે આગામી દિવસો માટે હવામાન વિભાગે જાહેરાત કરી નથી.હજુ પણ આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
Reporter: News Plus