કર્ણાટક સેક્સ સ્કેન્ડલ અને જાતીય શોષણ કરવાના આરોપોથી ઘેરાયેલા જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના આખરે 35 દિવસ બાદ જર્મનીથી બેંગ્લુરુ પાછા આવી ગયા છે. એરપોર્ટ પર લેન્ડ થતાંની સાથે જ થોડીક જ મિનિટોમાં એસઆઈટીએ તેમની ધરપકડ કરી લીધી હતી
પ્રજ્વલ 27 એપ્રિલે બેંગ્લુરુથી જર્મની નાસી ગયો હતો. પ્રજ્વલને મહિલા પોલીસ કર્મીઓની એક ટીમ જીપમાં બેસાડીને સીઆઈડી ઓફિસ લઈ આવી હતી. જેના પછી રાતભર સીઆઈડીની ઓફિસમાં રખાયો હતો.એસઆઈટીની ટીમ એરપોર્ટથી બે સૂટકેસ પણ તેની સાથે લઈ ગઇ હતી.પ્રજ્વલ રેવન્નાને મેડિકલ ટેસ્ટ માટે આજે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.તેને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ પણ કરવો પડશે,જ્યાં પોલીસ તેની કસ્ટડી માંગશે.અહેવાલો અનુસાર,SIT પ્રજ્વલ રેવન્નાની 14 દિવસની કસ્ટડીની માંગ કરી શકે છે.જો કે,સામાન્ય રીતે કોર્ટ સાતથી 10 દિવસની જ કસ્ટડી આપે છે.
Reporter: News Plus