નવી દિલ્હી: થોડા મહિના પૂર્વે જ જીઓ અને બીજી અનેક ટેલિકોમ કંપની દ્વારા મોબાઈલ રિચાર્જમાં મોટો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
ત્યારે વોડાફોન આઈડિયા (Vi)એ ફરીથી મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થાય તે બાબતનો ઈશારો કર્યો છે. Vi ચીફ એક્ઝિક્યુટિવ અક્ષય મુન્દ્રાએ જણાવ્યું હતું કે ટેરિફ પ્લાન આગામી 15 મહિનામાં ટેલિકોમ સેક્ટર માટે ફરીથી મોંઘો બની શકે છે. જો આવું થાય છે, તો Jio, Airtel અને Vodafone- Ideaના મોબાઈલ રિચાર્જ પ્લાન વધુ મોંઘા થઈ શકે છે.તેમણે 2025ના પાછલા મહિનાઓમાં ટેરિફમાં વધારો થાય તેવી આશા વ્યક્ત કરી છે. આવું થવા પાછળનું કારણ ટેલિકોમ સેક્ટર ઓપરેટરમાં રોકડ પ્રવાહને વેગ આપવાનું માનવામાં આવે છે.
અક્ષય મુન્દ્રાએ જણાવ્યું હતું કે કંપનીએ જુલાઈમાં ટેરિફ પ્લાનમાં વધારો કર્યો હતો. જો કે હવે તેઓ આગામી વર્ષે ફરીથી કિંમત વધારવાનું વિચારી શકે છે.આ વર્ષે જુલાઈ મહિનામાં રિલાયન્સ જિયોએ તેના ટેરિફમાં 12% થી 25% ની વચ્ચેનો વધારો કર્યો હતો. Jio દ્વારા કરવામાં આવેલ વધારા બાદ તરત જ ભારતી એરટેલે તેની ટેરિફ 11% થી વધારીને 21% કરી દીધી હતી. આ બે કંપનીઓના ટેરિફના વધારાના એક દિવસ બાદ 4 જુલાઈ, 2024ના રોજ, Viએ મોબાઈલ ટેરિફમાં 10-23%નો વધારો કર્યો. મોંઘા રિચાર્જ પ્લાનને કારણે ગ્રાહકોએ Jio, Airtel અને Vodafone-Ideaથી પોતાને દૂર કર્યા છે. એક વિકલ્પ તરીકે BSNL ને પણ જોઈ રહ્યા છીએ.
Reporter: admin