News Portal...

Breaking News :

કોલકાતા રેપ કાંડ મામલે મીણબત્તી લઈને નીકળતા ભાજપના લોકોને સીધો સવાલ, દાહોદમાં બાળકી મર્ડર કરનાર આચાર્યનું કનેક્શન ભાજપ અને RSS સાથે છે

2024-09-23 17:54:00
કોલકાતા રેપ કાંડ મામલે મીણબત્તી લઈને નીકળતા ભાજપના લોકોને સીધો સવાલ, દાહોદમાં બાળકી મર્ડર કરનાર આચાર્યનું કનેક્શન ભાજપ અને RSS સાથે છે


દાહોદ બાળકી મર્ડર કેસમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. માસુમ 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનારઅને બાળકીની ક્રુરતાપૂર્વક હત્યા કરનાર શાળાના આચાર્યનું કનેક્શન ભાજપ સાથેજોડાયેલું હોય તેવી કેટલીક તસવીરો સામે આવી છે. 


કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપી ગોવિંદ નટ્ટનાકેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેરકર્યા છે, જેમાં તે વિશ્વ હિંદુ પરિષદનાકાર્યકમમાં ભાગ લેતો તેમજ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે બેઠક કરતો જોવામળ્યો છે. આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતના લોકોનું કાળજું કંપાવી દે તેવી ઘટના દાહોદમાં બની છે. 6 વર્ષની માસૂમની તેની જ શાળાના આચાર્યએ ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખી. જ્યારે ભાજપ સરકાર બેટી પઢાવના નારા આપે ત્યારે ગુજરાતની જનતાને બેટી બચાવના નારા આપવા પડે તેવી હાલ પરિસ્થિત જોવા મળી રહી છે. આ ઘટનાના આરોપી આચાર્યનું ક્યાંકને ક્યાંક ભાજપની માતૃસંસ્થા સંઘ જોડે કનેક્શન છે. 


સંઘ પોતાને સંસ્કારી ગણાવે છે. એજ સંઘના લોકો આજે એક બાળકીની હત્યામાં સામેલ છે. અનેક લોકો પાસેથી એવા પણ સમાચાર મળ્યાં કે, ગોવિંદ ચૂંટણીમાં પણ ભાજપનું કામ કરતો હતો.કોલકાતા રેપ કાંડ મામલે મીણબત્તી લઈને નીકળતા ભાજપના લોકોને પૂછવું છે કે, તમે ક્યારે દાહોદની દીકરીની હત્યા કરનાર આચાર્યના વિરુદ્ધમાં મીણબત્તી લઈને નીકળવાના છો. આચાર્યના પોતાના ફેસબુક પર ત્રણ-ત્રણ એકાઉન્ટ હતા, પણ 2015-16 પછી એકપણ પોસ્ટ અપડેટ દેખાતી નથી. જોકે કેટલાક ફોટો સામે આવ્યા છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, કઈ રીતે આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટી તેમજ તેમની સંસ્થા સાથે સંકડાયેલો હતો.

Reporter: admin

Related Post