અમદાવાદ : તાજેતરમાં સલમાન ખાનના મિત્ર બાબા સિદ્દિકીની હત્યા બાદ કથિત રીતે આ લોરેન્સ બિશ્નોઈ ગેંગે તે હત્યાની જવાબદારી લીધી છે. ત્યારથી સલમાન ખાનની સિક્યુરિટીમાં વધારો કરી દીધો છે.
આ બધાની વચ્ચે ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં કોઈનું નામ લીધા વિનાની આ ઘટના અનુસંધાને લાગે તેવી એક કટાક્ષ ભરી ટ્વીટ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વીટમાં લખ્યું છે કે, સમય જ બળવાન છે, કેવો વિચિત્ર જોગ-સંજોગ છે. 'જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે'.
આનું નામ જ સમય!ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આ ટ્વીટ બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. જો કે, સલમાન ખાનને સિક્યુરિટી ભાજપ સરકારે જ આપી છે તો બીજી તરફ એમની ટ્વીટમાં તેઓ કોનું સમર્થન કરી રહ્યાં છે તે પણ એક મોટો સવાલ છે. જો કે, કોઈના નામ લીધા વિના તેમણે સમય બલવાન હોવાની વાત પમ કરી છે. પરંતુ આ વાત સલમાન ખાનની કરી તેવું ચોક્કસ અનુમાન લગાવી શકાય છે.
Reporter: admin