દિલ્હી : મદરેસા એક્ટ પર સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ 2004ને બંધારણીય જાહેર કર્યો છે. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના 22 માર્ચના નિર્ણયને પણ ફગાવી દીધો હતો જેમાં યુપી મદરસા એક્ટને રદ્દ કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચના નિર્ણય બાદ રાજ્યની મદરેસાઓને માન્યતા મળવાની અને તેમની કામગીરીમાં સ્થિરતા આવવાની સંભાવના છે.
સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય આપતાં ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ 2004ને બંધારણીય જાહેર કર્યો છે. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના 22 માર્ચના નિર્ણયને પણ ફગાવી દીધો હતો, જેમાં યુપી મદરસા એક્ટને રદ્દ કરવામાં આવ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચના નિર્ણય બાદ રાજ્યની મદરેસાઓને માન્યતા મળવાની અને તેમની કામગીરીમાં સ્થિરતા આવવાની સંભાવના છે. કોર્ટે કહ્યું કે કાયદાની જોગવાઈઓ બંધારણીય મૂલ્યો સાથે સુસંગત છે અને ધાર્મિક લઘુમતીઓના શૈક્ષણિક અધિકારોનું રક્ષણ કરે છે.
SCએ કહ્યું કે સરકાર મદરેસા શિક્ષણને લઈને નિયમો બનાવી શકે છે. કોઈપણ વિદ્યાર્થીને ધાર્મિક શિક્ષણ માટે દબાણ કરી શકાય નહીં. SC એ પણ કહ્યું કે મદરસા બોર્ડ ફાઝિલ, કામિલ જેવી ઉચ્ચ ડિગ્રીઓ આપી શકે નહીં, જે UGC એક્ટની વિરુદ્ધ છે.
Reporter: admin