સ્થાનિક લોકોએ કોઈની પણ સાડાબારી રાખ્યા વગર નવિન ગાર્ડન-જોગીંગ ટ્રેકનું જાતે જ લોકાર્પણ કરી નાખ્યું.
મેયર-ચેરમેનને પશ્ચિમ વિભાગમાં કંઈ પણ સારી કામગીરી થાય તો એ જોઈ શકતા નથી.મેયર-ચેરમેનની જોડી હંમેશા વિવાદમાં રહે છે.સાથી પદાધિકારીઓ-સંગઠનનાં હોદ્દેદારો સાથે પણ યેનકેન ટકરાતા રહે છે.પ્રદેશ કક્ષાએ આની નોંધ લેવાઈ છે.મનમાંની કરતા નેતાઓ ઉપર પ્રદેશ સંગઠનની સતત નજર છે.ડે.મેયર ચિરાગ બારોટનાં અથાગ પ્રયત્ન બાદ આ નવિન ગાર્ડનની ભેટ સુભાનપુરાનાં રહીશોને મળી છે.ગાર્ડન ડાયરેક્ટર મંગેશ જયસ્વાલે પણ વિશેષ રસ લઈ જંગલમાં મંગલનું કામ કર્યું છે.
ઈલોરાપાર્ક,સુભાનપુરા,રેસકોર્સની અનેક સોસાયટીઓનાં રહીશો આ ગાર્ડન-જોગીંગ ટ્રેકનો લાભ લઈ શકશે.ગાયકવાડનાં સમયથી વડોદરામાં ઘણાં ગાર્ડન ડેવલપ થયા છે.પાલિકાની માલિકીનાં તમામ ઓપન પ્લોટ-ગ્રીન બેલ્ટની જમીન ઉપર આ રીતે ગાર્ડન ડેવલપ થવા જોઈએ.ઘમંડી અને મનમાની કરનારા નેતાઓ તથા ઉચ્ચ અધિકારીઓને જનતા ઓળખી ગઈ છે.જાગૃત નાગરિકો હવે CMO, PMO, કમલમમાં આવા મનમાની કરનારા પદાધિકારીઓની સામે ફરિયાદ કરતા થઈ ગયા છે.હવે પછી જો સમય નહી સાચવ્યો તો જાગૃત જનતા જાતે જ લોકાર્પણની વિધી કરી લેશે,મેયરની રાહ નહી જુએ.
Reporter: admin