સમા વિસ્તારમાં આવેલા અભિનવ પાર્કની સામેના કોર્પોરેશનના મેદાનમાં કરવામાં આવ્યું.
આ શુભ અને મંગલકારી દિવસે હરિપ્રબોધમ પરિવારના હરીસ્વરૂપ પ્રદેશના પ્રાદેશિક સંત સુચેતન સ્વામી અને વંદન સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ ભગીરથ કાર્યમાં સાંસદ ડૉ. હેમાંગ જોશી તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય ડૉ. જીગરભાઈ ઇનામદાર, મ્યુનિસિપલ કાઉન્સેલર મહાવીરભાઈ પુરોહિત, વર્ષાબેન વ્યાસ, પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર ઉપક્રમ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને ધ્યાનમાં રાખી ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામીના 71માં પ્રાગટ્ય દિન નિમિતે નિઝામપુરા સ્વામિનારાયણ યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો સાથે હરિભક્તો અને આજુબાજુ વિસ્તારના સોસાયટીના લોકોએ પ્રણ લીધો કે સમગ્ર વર્ષ દરમિયાન વડોદરામાં 7100 વૃક્ષોનું વૃક્ષારોપણ અને તેનું જતન પણ કરીશું. લાયન્સ કલબ વડોદરાના કાર્યકર્તા દ્વારા રોપાયેલ વૃક્ષની આરતી કરવામાં આવી અને ત્યારબાદ 71 લીંબડાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
Reporter: admin