શહેર જિલ્લાના જન સુખાકારી અને વિકાસલક્ષી કામોની ચર્ચા વિચારણા કરવા સંકલન સમિતિની બેઠક મળી
અગાઉ આયુષ્યમાન કઢાવવા માટે પંચાયતની આઇડી આપવામાં આવી હતી, પરંતુ હવે આ આઈડી બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે સમાજના સામાન્ય અને જરૂરિયાતમંદ પરિવારોને બિનજરૂરી રીતે ઊંચા નાણા ખર્ચે આયુષ્યમાન કાર્ડ કરાવવા પડે છે. બંધ કરાયેલી આ આઈડી વહેલી તકે શરૂ કરવી જોઈએ તેવી રજૂઆત શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ સંકલન સમિતિમાં કરી હતી. આ આ સામાન્ય વહીવટી કમીને કારણે સરકારનો છેવાડાના માનવીની આરોગ્યની સુખાકારીનો હેતુ બર આવતો નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
સંકલન સમિતિની બેઠકમાં સાંસદે વાઘોડિયા તાલુકાના હનુમાનપુરા ગામ ખાતે ઘરથાળના પ્લોટ અન્ય સ્થળે ખસેડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઉપરાંત સુખલીપુરા ગામ પાસેથી પસાર થતી સુર્યા નદી પર કાંઠાની સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂરિયાત હોવાનું સૂચન તેમને કહ્યું હતું.વડોદરા શહેર અને જિલ્લાના જનસુખ સરકારી તેમજ વિકાસલક્ષી કામોની ચર્ચા વિચારણા કરવા અર્થે ધારાસભા હોલ ખાતે આજે સંકલન સમિતિની મીટીંગ મળી હતી. સંકલન સમિતિમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા તેમજ જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીઓ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin