વડોદરા : પવિત્ર શ્રાવણ માસ તેમજ રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઇ શહેરની જાહેર જનતાનાં આરોગ્યને ધ્યાને રાખી મહાનગરપાલિકા દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરાળી લોટ, તૈયાર ફરાળી ખોરાક, મિઠાઈ, ફરસાણ તેમજ રો- મટીરીયલ વિગેરેનું વેચાણ ક૨તા ઉત્પાદક, મિઠાઈ-ફરસાણની દુકાનો વિગેરેમાં ઇન્સ્પેકશનની કામગીરી ક૨વામાં આવી છે.
ખોરાક શાખાનાં ફુડ સેફ્ટી ઓફીસર દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરાળી લોટ, તૈયાર ફરાળી ખોરાક, મિઠાઈ, ફરસાણ તેમજ રો- મટીરીયલના ઉત્પાદક, મિઠાઈ- ફરસાણની દુકાનો વિગેરેમાં ચેકીંગ કરવામાં આવ્યુ છે. ચેકીંગ દરમ્યાન ૬૯-નમુના લેવામાં આવેલ છે.વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, પવિત્ર શ્રાવણ માસ તેમજ રક્ષાબંધન તહેવાર ને ધ્યાને લઇ શહે૨ની જાહેર જનતાનાં આરોગ્યને ધ્યાને રાખી માન.મ્યુનિસિપલ કમિશ્વારની સુચનાં મુજબ ડેઝીગ્રેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો ની જુદી-જુદી ટીમો બનાવી શહે૨નાં જુદા-જુદા વિસ્તારોમાં ફરાળી લોટ, તૈયાર ફરાળી ખોરાક, મિઠાઇ, ફરસાણ તેમજ રો-મટીરીયલનું વિગેરેનું વેચાણ ક૨તા ઉત્પાદક, મિઠાઈ-ફરસાણની દુકાનો વિગેરેમાં ઇન્સપેકશનની કામગીરી ક૨વામાં આવેલ છે.
તા.૦૫-૦૮-૨૦૨૪ થી તા.૧૬-૦૮-૨૦૨૪ દ૨મ્યાન ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરોની જુદી-જુદી ટીમો બનાવી વડોદરા શહે૨નાં જુદા-જુદા વિસ્તાર જેવાકે રાવપુરા, અમદાવાદી પોળ, ઓ.પી. રોડ, માંજલપુર, મકરપુરા, સમા સાવલી રોડ, ગો૨વા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, આજવા રોડ, સ્ટેશન, કારેલીબાગ, પ્રતાપનગર, ટી.પી. ૧૩, છાણી જકાતનાકા વિગેરે વિસ્તારોમાં ઇન્સ્પેકશનની કામગીરી ક૨વામાં આવી હતી.
Reporter: admin