ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. કચ્છમાંથી બિનવારસી હાલતમાં કરોડો રૂપિયાનું કોકેઈન ઝડપાયું છે. ગુજરાતમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ નો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ત્યારે નાશના વેપારીઓનું આંતરાષ્ટ્રીય કનેક્શન પણ હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુજરાત એટીએસએ ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેઈન ઝડપી પડ્યું છે. પોલીસને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી. દરમ્યાન આટલી મોટી માત્રામાં કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત પ્રતિ કિલોગ્રામ 10 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે.ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેઈન ઝડપાયું છે. પોલીસે હાલ આ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: News Plus