વડોદરા: શહેરના રાજવી પરિવારના ગણેશ, 1939 થી એક જ પ્રકારની મૂર્તિ બને છે, ભાવનગરથી આવે છે માટી તેમાંથી પ્રતિમા સ્વરૂપ બનાવવામાં આવે છે
રાજવી પરિવારમાં બિરાજમાન થતા ગણેશજીની પ્રતિમા ખાસ હોય છે. વડોદરાનો એકમાત્ર ચૌહાણ પરિવાર રાજવી પરિવાર માટે ગણપતિ બનાવે છે. પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા હાલના પરિવારની આગળની પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચવ્હાણ કહે છે કે, જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલા તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું. પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વ. કૃષ્ણારાવ ચવ્હાણ દ્વારા તૈયાર કરાયેલી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરાવવા માટે પસંદ કરવામાં આવી હતી. અને ત્યારથી જ આ જ સુધી એટલે કે વર્ષો થી આ ગણેશોત્સવમાં પણ આવી જ પ્રતિમા બનાવવામા આવે છે.
લાલસિંહ ચવ્હાણે આ પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા કહ્યું કે, આ પ્રતિમા માટે ભાવનગરથી ખાસ માટી મંગાવવામાં આવે છે. ઉપરાંત તેનું વજન પણ નક્કી થયેલા પ્રમાણે 90 કિલો રાખવામાં આવ્યું છે અને તેની ઊંચાઈ પણ વર્ષોથી નક્કી કરેલી 36 ઇંચની રાખવામાં આવે છે. 200 વર્ષ જુના ખેરના લાકડાથી તૈયાર કરાયેલા એક પાટલા ઉપર પ્રતિમા બિરાજમાન કરવામાં આવે છે. અખાત્રીજના દિવસે રાજ મહેલથી 200 વર્ષ જૂનો ખેરના લાકડામાંથી બનાવેલ પાટલો મૂર્તિકાર પાસે મોકલવામાં આવે છે, તેના પર ગણપતિ બિરાજમાન થઈને મહેલમાં આવે છેલક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિ સ્થાપના કરાય છે. ત્રણ પેઢીથી ચૌહાણ પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસના ગણપતિ બનાવાય છે. ચૌહાણ પરિવાર દ્વારા છેલ્લા 83 વર્ષથી નક્કી કરાયેલા નિયમો અનુસાર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિમા બનાવવામાં આવે છે ત્યારે આ પરિવાર માટે પણ આ ગૌરવની વાત છે.
Reporter: admin