વડોદરા શહેર-જિલ્લામાંથી પૂરના પાણી ઓસર્યા બાદ જાહેર આરોગ્ય પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે.
રોગચાળાના રોકથામ અને નિયંત્રણ માટે આજે રાજ્યકક્ષાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વડોદરા ખાતે ડ્રગ ડેપોની મુલાકાત લઈને દવાઓના જથ્થા અંગે સાર મેળવ્યો હતો. વડોદરા દોડી આવેલા આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નીલમ પટેલ, સંયુક્ત નિયામક ડો. આર. બી. પટેલ અને વિભાગીય નાયબ નિયામક ડો. મિનાક્ષી ચૌહાણે ડ્રગ ડેપોની મુલાકાત લઈને પૂરગ્રસ્ત વિસ્તારમાં વિસ્તારમાં પાણીજન્ય/વાહકજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે રોગ અટકાયતી અને નિયંત્રણની કામગીરી કરવાની અધિકારીઓને સૂચન કર્યું હતું.
આ સાથે જ અસરગ્રસ્તોને સમયસર અને પૂરતી દવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાનું કહી મિશન મોડમાં કામ કરવાની તાકીદ કરી હતી. આ પૂર્વે આ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રોગ્રામ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસરઓને પણ જાહેર આરોગ્ય વિશે જરૂરી સૂચનો આપ્યા હતા.
Reporter: admin