વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુક્રવારના રાત્રીના 11 :30 વાગ્યા થી સવારના 6:00 વાગ્યા સુધી સ્વચ્છતા અભિયાન તેમજ રોડ પેચ વર્ક ની કામગીરીમાં જોડાશે
ત્યારે રાજ્યના ગૃહ મંત્રી રાત્રિના 11:30 વાગે વડોદરા આવી ચાર ઝોનમાં મુલાકાત લેશે અને સ્વચ્છતા અને રોડ કામગીરીનું નિરીક્ષણ કરશે અને પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અંગે સાસંદ ધારાસભ્યો અને કોર્પોરેશનના વહવટી તંત્ર સાથે બેઠક કરશે જેથી ભાજપના સ્થાનિક કાર્યકરો શહેર અધ્યક્ષ ડો વિજય શાહના માર્ગદર્શન હેઠણ આ ઝુંબેશ માં જોડાશે.
શહેરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના લોકોની મુશ્કેલી દૂર થાય તે માટે માર્ગદર્શન આપવા રાત્રી ના 11.30 થી સવાર ના 6 વાગ્યા સુધી અલગ અલગ ઝોન માં ચાલતી સફાઇ અને પેચવર્ક ની કામગીરી નું નિરીક્ષણ કરશે તેમજ ઝોન લેવલે આયોજીત બેઠકમાં રાજ્યના દંડક બાળુ શુક્લ ,શહેર અધ્યક્ષ ડો વિજયશાહ સાંસદ, મેયર, ધારાસભ્યો, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન ,કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ, મહામંત્રી બેઠકમાં હાજર રહેશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચાર ઝોનમાં ચાલતી કામગીરી માં મોટી સંખ્યામાં જોડાશે.
Reporter: admin