વડોદરા શહેરના સમા વિસ્તારમાં વરસાદી કાશ નિહાળવા પહોંચેલા પૂર્વ વિપક્ષે નેતા અમી રાવત અને કોર્પોરેટર વર્ષા વ્યાસ વચ્ચે તુ તુ મે મે સર્જાઇ હતી.
મામલો ઉગ્ર થતા અમી રાવતને સ્થળ પરથી રવાના થઈ જવાની ફરજ પડી હતી.શહેરમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય બંને નેતાઓ નપાણીયા નીકળ્યા છે. પૂરની પરિસ્થિતિમાં એક પણ નેતા પ્રજાના વહારે આવ્યા નથી. અને જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે નેતાઓ સીન -સૉર્ટ કરવા માટે બહાર નીકળે છે. અને સ્થાનિક નાગરિકોનો રોશનો ભોગ પણ બને છે. શહેરના સમા વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બોલાચાલી થઇ હતી.
સમા માં વરસાદી કાંસ નિહાળવા પહોંચ્યા હતા પૂર્વ વિપક્ષી નેતા અમી રાવત અને સ્થળ પર વર્તમાન ભાજપ ના નગરસેવીકા વર્ષા વ્યાસ પણ હતા. પૂર્વ નગરસેવક અરવિંદ પ્રજાપતિ સહિત ભાજપના ટેકેદારો પણ હતા.પૂર્વ વિપક્ષી નેતા ને જોતા જ ભાજપના ટેકેદારો ઉશ્કેરાયા ભાજપ અને કોંગ્રેસ ના મહિલા નગરસેવીકા વચ્ચે તુતું મેમે સર્જાઈ હતી. સામસામે આક્ષેપ બાજી કરી હલ્લો મચાવ્યો હતો.આખરે વિપક્ષી નેતા અમી રાવત કાર માં બેસી રવાના થયા.
Reporter: admin