વડોદરા મંડળ ખાતે વર્ષ 2024નો આઠમો સેવાનિવૃત્તિ કાર્યક્રમનું સફળતાપૂર્વક અને ઉત્સાહપૂર્વક આયોજન પ્રતાપનગર ઓડિટોરિયમ ખાતે કાર્મિક વિભાગ દ્વારા યોજાયો હતો.
જેમાં રેલ્વેના વિવિધ વિભાગોમાંથી 32 (26 પુરૂષ + 06 મહિલા) સેવાનિવૃત્ત કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક જિતેન્દ્ર સિંહ દ્વારા ,અપર મંડળ રેલ પ્રબંધક શિવ ચરણ બૈરવા અને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સુનિલ બિશ્નોઈની અને અન્ય અધિકારીઓ ની ગરીમામયી ઉપસ્થિતિમાં,સેવાનિવૃત્ત કર્મચારીઓને તેમના સેવાનિવૃત્તિના દસ્તાવેજો અને સ્મૃતિચિહ્નો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંડળ રેલ પ્રબંધક જિતેન્દ્ર સિંહ દ્વારા ઓગસ્ટ મહિનામાં સેવા નિવૃત્ત થયેલા 3 કર્મચારીઓને “દુર્ઘટના સેવા મુક્ત પુરસ્કાર”ના પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને રહેમિયતના ધોરણે નિયુક્ત થયેલ 03 કર્મચારીઓને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા હતા
આ વખતે, કર્મચારીઓનું મનોબળ વધારવા માટે વડોદરા મંડળ દ્વારા પ્રથમ વખત, આજે સેવાનિવૃત્તિને કારણે ખાલી જગ્યાઓની રચનાના દિવસે જ કુલ 08 કર્મચારીઓને (05 ટેક ટીઆરએસ અને 01 સિની.ટેક.- મેમુ અને 02 ઓએસ) ને હાથોહાથ પદોઉન્નતી પત્ર (પ્રમોશન લેટર્સ) પણ આપવામા આવ્યા હતા જેમાં 04 કર્મચારીઓનો પ્રોબેશન સમયગાળો (જે 02 વર્ષનો છે) એક દિવસ પહેલા જ પૂરો થયો હતો. તમામ યુનિયનના પ્રતિનિધિઓ અને કર્મચારીઓએ આ પહેલ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી અને રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.મંડળ રેલ પ્રબંધક જિતેન્દ્ર સિંહે સેવાનિવૃત્ત થતા કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું જેમાં તેઓને સેવાનિવૃત્તિ પર મળેલી રકમની યોગ્ય રીતે બચત કરવા અને રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ ક્રમમાં નિવૃત્ત થયેલા કેટલાક વર્તમાન કર્મચારીઓએ તેમના સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પણ આપી હતી રેલવે સેવાના અનુભવો અને તેમની જીવનશૈલી અને નિવૃત્તિ પછીની યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓએ સેવાનિવૃત્ત કર્મચારીઓને યોગ્ય અને સુરક્ષિત રોકાણ અને તેમની મૂડીની બચત માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Reporter: admin