વડોદરાના યુવાનોને AMC ના જેકેટ પહેરાવી સફાઇ કરાવાત ભારે હોબાળો મચ્યો છે. જેમાં તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યાં અને તંત્રની પોલ ખોલી દેવામાં આવી હતી.
જોકે આ મામલે વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ લુલો બચાવ કરતા શું જણાવ્યું તે સમજવા જેવું છે.મ્યુનિસીપલ કમિશનર દિલીપ રાણાએ ઉપરોક્ત મામલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પુરની સ્થિતિ બાદ સુરત, અમદાવાદથી મદદ મોકલવામાં આવી રહીં છે. જે યુવાનોને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી સફાઇ કામ પર રાખવામાં આવ્યાં છે.
તે યુવાનોને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશને હંગામી ધોરણે હાયર કર્યા છે. એટલે ટેકનિકલ રીતે આ યુવાનો તેમનાજ કર્મચારી કહેવાયા છે.વધુમાં તેમણે જણાવ્યું કે, જે ગેરસમજ ઉભી થઇ છે, એ માત્ર કોમ્યુનિકેશન ગેપ છે. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની જે એજન્સીએ આ યુવાનોને હાયર કર્યા છે, તેમની સાથે વાતચિત કરવામાં આવશે. સાથે આ યુવાનોને મહેંતાણુ આપવાની જે વાત છે, તેની પણ કાળજી લેવામાં આવશે, જો અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન નહીં ચુંકવે તો અમે નિયમ મૂજબ મીનીમમ વેજીસ એક્ટ જે અમારા સફાઇ કર્મચારીઓને ચુકવવામાં આવશે, તેજ તેમને ચુંકવીશું.
Reporter: admin