વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ શક્ય તેટલી ઝડપે પૂર્વવત સ્થિતિ કરવા, યુદ્ધના ધોરણે સાફસફાઈ કરવાની કામગીરી વેગવંતી છે
ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જરૂરી સંસાધનો અને સાધન સામગ્રી સાથે પૂર રાહતની કામગીરી માટે સુરત મનપાની આરોગ્ય, ટેકનિકલ, ડ્રેનેજ તથા ફાયર વિભાગની ટીમો વડોદરા મોકલવામાં આવી છે. સુરતના સફાઈકર્મીઓની ટીમ વડોદરામાં સતત કાર્યરત છે.
વડોદરા મહાનગરપાલિકાના નોર્થ ઝોનમાં આવેલા વોર્ડ નં.૩ ના શિવાલય રેસિડેન્સીથી સુમેરૂ હાઇટસ સુધીના રોડ પર સુરત મનપાના કર્મીઓ દ્વારા સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત, કલોરીનેશન, ફ્લોગિંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરાઈ હતી.
Reporter: admin