News Portal...

Breaking News :

સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સામે સરદારભાવનના દુકાનદારોનો રોષ, રોડ પર બેસી ધરણા કર્યા 

2024-06-01 15:32:33
સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સામે સરદારભાવનના દુકાનદારોનો રોષ, રોડ પર બેસી ધરણા કર્યા 


વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા છ દિવસથી વિવિધ સ્થળોએ ફાયર સેફટી તેમજ સલામતીના સાધનોનું ચેકીંગ કરવામાં આવી રહયું છે. અને જેઓ પાસે ફાયર એનઓસી અથવા તો જરૂરી દસ્તાવેજો ન હોય તેઓને નોટિસ આપવામાં તેમજ સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.



 ત્યારે આજે સરદાર ભવન ખાતે પાર્કિંગના મુદ્દે દુકાનદારોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતા દુકાનદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. અને રોડ ઉપર બેસી જઈ ધરણા કર્યા હતા.વડોદરા પાલિકા દ્વારા સંસ્થાઓમાં ફાયર સેફ્ટી, એન્જિનિયરિંગ  સંલગ્ન બાબતો, મિકેનિકલ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે. ફાયર ડિપાર્ટમેન્ટની  6 ટીમો, ઝોન દીઠ 2 ટીમો મળીને 14 ટીમો દ્વારા વિતેલા 24 કલાકમાં શહેરના ચાર ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ઉત્તરઝોનમાં 240 સ્થળોએ તપાસ કરીને 213 સંસ્થાઓને નોટીસ પાઠવવામાં આવી છે. જે પૈકી વીઆઇપી વ્યુ, આમ્રપાલી, બંસલ મોલ – કારેલીબાગ, ગણોશ સો મીલ, સહજાનંદ સો મીલ સહિતના 213 એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે. ત્યારે છઠ્ઠા દિવસે પણ પાલિકા તંત્ર અને વડોદરા ફાયર વિભાગ દ્વારા વડોદરા શહેર સરદારના ભવનના  ખાચામાં પાર્કિંગના મુદ્દે દુકાનોને સીલ મારવામાં આવ્યું જે સામે  વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તમામ વેપારીઓ દ્વારા રોડ પર બેસીને ધરણાં કરવામાં આવ્યા મામલો બિચકતા  સરદાર ભવનના ખાંચામાં  સ્થાનિક પોલીસ પહોંચી હતી દરમિયાન પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. 



આ માર્ગ પર રાહદારીઓ ને અવર જવર માટે ધણી અડચણ પડી રહી હતી જેને લઇ આજે પાલિકા ના અધિકારીઓ દ્વારા દુકાનોને સીલ મારવાની પ્રકિયા ધરવામાં આવી હતી જેની સામે દુકાનદારોએ રોષ વ્યક્ત કર્યો હતો.

Reporter: News Plus

Related Post