શહેરના અકોટા વિસ્તારમાં એક મારૂતીવાનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી જો કે સદ્નસીબે કાર ચાલકનો બચાવ થયો હતો.
આ વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન ભીષણ ગરમી વચ્ચે આગના બનાવોમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને રસ્તા ઉપર દોડતા વાહનો અચાનક ભડભડ સળગી ઊઠવાના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં શનિવારે વહેલી સવારે અકોટા બ્રિજ શનિદેવ મંદિર પાસે મારુતિ વાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
મારુતિ વાનમાં આગ લાગ્યાનો સંદેશો મળતા ફાયર લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સબનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
Reporter: News Plus