વડોદરા: શહેરના હરણી તળાવ ખાતે ગત તા. 18 જન્યુઆરી 2024ના રોજ, વાઘોડીયા રોડ સ્થિત ન્યૂ સનરાઇઝ સ્કૂલના ભૂલાકાઓ પ્રવાસે આવ્યાં હતા. જ્યાં બોટની ક્ષમતા કરતા વધુ બાળકો બોટમાં બેસાડતા પલટી મારી અને 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો.
આ મામલે કોટિયા પ્રોજેક્ટસના તમામ ભાગીદારો તથા પેટા કોન્ટ્રાક્ટર મળી કુલ 20 લોકો સામે ગુનો નોધી તમામની ધરપકડ કરવમાં આવી હતી. ત્યારે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓએ વડોદરા સેશન કોર્ટમાં જામીન અરજી કરતા આજે ત્રણેયની અરજી સેશન કોર્ટે રદ્દ કરી હતી.
આ દુર્ઘટનાના જવાબદારો સામે સખ્તમાં સખ્ત પગલા લેવાય તે માટે આંદોલનોનો દોર શરૂ થયો હતો. એક બાદ એક આરોપીની પોલીસ ધરપકડ કરતી ગઇ અને કોટિયા પ્રોજેક્ટસના તમામ ભાગીદારો અને પેટા કોન્ટ્રાક્ટ તથા હરણી લેક ઝોન પર કામ કરતા બોટ ચાલક, સુપરવાઇઝર અને મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ આ મામલે હાઇકોર્ટે પણ કોન્ટ્રાક્ટ આપનાર વડોદરા મહાનગર પાલિકાના તત્કાલીન મ્યુનિસીપલ કમિશન ડો, વિનોદ રાવએ આપેલી મંજુર અંગે પણ ટકોર કરી તપાસના આદેશ કર્યા હતા. દરમિયાન કોટિયા પ્રોજેક્ટસના મહિલા ભાગીદાર નૂતન શાહ, નેહા દોશી અને તેજલ આશીષ દોષી અને વૈશાખી પરેશ શાહના થોડા દિવસો પૂર્વે હાઇકોર્ટે જામીન મંજુર કર્યા હતા. ત્યારબાદ વડોદરા કોર્ટે કુલ 11 આરોપીઓના જામીન મંજુર કર્યા હતા.
આમને પણ જામીન મલી જવાની આશા હોવાથી પરેશ શાહ, વત્સલ શાહ અને શાંતિલાલ સોલંકીએ સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ આજરોજ સેશન કોર્ટે આ ત્રણેયની જામીન અરજી રદ્દ કરતા વધુ સમય જેલમાં રહેવાનો વારો આવ્યો છે.
Reporter: News Plus