છેલ્લા 15 દિવસથી પીવાના સ્વચ્છ પાણી માટે વલખા મારતા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચારના સ્થાનિકો
આજવા રોડ ખોડીયાર નગરની પાછળના ભાગે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે આવેલ વિસ્તાર જેમકે વોર્ડ નંબર ચારમાં રુદ્રાક્ષ સોસાયટી, સાંઈનાથ સોસાયટી, લક્ષ્મી નગર, અયોધ્યા નગર, નરસિંહ ધામ વિભાગ ૨, સિદ્ધાર્થ સોસાયટી રણછોડ પાર્ક સોસાયટી, ન્યાલકરણ ફ્લેટ, બીલીપત્ર સોસાયટી તથા વોર્ડ નંબર છ માં આવેલ વલ્લભ બંગ્લોઝ, ચંચળબા પાર્ક સોસાયટી, પારસમણી કોમ્પલેક્ષ, નરસીહધામ સોસાયટી વિભાગ 4 માં ગંદા પાણીની સમસ્યા સર્જાઈ હતી , તે ધ્યાને આવતા કમિશનર સાથે સંકલન કરી યુદ્ધના ધોરણે વધુ ટીમો અને મશીનરીઓ લગાવીને ગંદા પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી પાણીપૂરવઠા શાખા તેમજ પૂર્વ ઝોન શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ.
જેમાં લક્ષ્મીનગર ની એન્ટ્રી પાસે ફોલ્ટ મળેલ જેમાં 300 મીમી ડાયા ની મુખ્ય લાઈન પર એક ફોલ્ટ મળેલ છે. તદુપરાંત બીજા ફોલ્ટ શોધવાની પણ કામગીરી હાલમાં ચાલુ રાખવામાં આવેલ છે. કોલ શોધવાની કામગીરીમાં 10 થી વધુ ખાડાઓ પાલિકા તંત્ર દ્વારા ખોદવામાં આવ્યા છે
Reporter: News Plus