વડોદરા : એમજીવીસીએલના સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ શરૂઆત થઈ ચૂકી છે. જે ઘરમાં લગાડવામાં આવ્યા છે ત્યારે ઘરવાળાઓનું લાઈટ બિલ 3 થી 4 ઘણું આવી રહ્યું હોવાથી ફરિયાદો ઉઠવા પામી છે.
મધ્ય ગુજરાત વીજ કંપની ગ્રાહકોની સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યો છે. ગ્રાહકો સ્માર્ટ મીટરથી કંટાળીને હવે જીઈબી ઓફિસે પહોંચવા લાગ્યા છે અને તેમનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
દસ જ દિવસમાં 2000 થી વધુ રૂપિયાનું બિલ આવતા ગ્રાહકો પરેશાન થઈ ગયા છે .એક મહિલા ગ્રાહક જીઈબી ઓફિસમાં ભાવુક થઈ ગઈ હતી. અને પોતાનું જૂનું મીટર લગાડવા માટેની માગણી કરી રહી હતી.
ભર તડકામાં ગ્રાહકોને જીઈબી ઓફિસના બહાર બેસી આંદોલન કરીને ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. સ્માર્ટ મીટર તો છે પણ સિનિયર સિટીઝન સ્માર્ટફોન ના હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે.
રિચાર્જ ખતમ થઈ જતા ઘરમાં લાઈટ જતી રહે છે વૃદ્ધ લોકો પરેશાન થાય છે.
સ્માર્ટમીટર ભલે નાખો પરંતુ લાઈટ બિલ અગાઉ આવતું હોય તેટલું જ આવવું જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
Reporter: News Plus