News Portal...

Breaking News :

યુપીમાં મોદી ની ગેરંટીનો આત્મ વિશ્વાસ ડગી ગયો છે.

2024-07-19 11:35:40
યુપીમાં મોદી ની ગેરંટીનો આત્મ વિશ્વાસ ડગી ગયો છે.


લખનૌ: ભાજપે યુપીમાં આવાં માઠા પરિણામ આવશે એવું ધારેલું નહીં તેથી ભાજપના નેતા ઘાંઘા થઈ ગયા છે અને કોને બલિનો બકરો બનાવીને વેતરી નાખવો તેનું છેલ્લા દોઢ મહિનાથી ઘમ્મરવલોણું ચાલી રહ્યું છે. 


ભાજપે હારનાં કારણોની તપાસ માટે સમિતિ બનાવેલી ને નરેન્દ્ર મોદીની વારાણસી તથા રાજનાથસિંહની લખનઉ સિવાયની બાકીની ૭૮ લોકસભા બેઠકો પરથી રિપોર્ટ મંગાવેલા. લાંબા સમયથી વખારમાં નાખી દેવાયેલા ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષને બહાર કાઢીને યુપી મોકલાયેલા.આ બધી કડાકૂટને અંતે છેવટે યોગી આદિત્યનાથનો ઘડોલાડવો કરી નાખવો એવું નક્કી થયું હોય એવું લાગે છે પણ યોગી આદિત્યનાથ મચક આપવા તૈયાર નથી તેમાં ઘમાસાણ મચ્યું છે.યોગીને રાજીનામાની ફરજ પાડવા માટે ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ કારોબારી બોલાવીને આડકતરી રીતે યોગીને જવાબદાર ગણાવવાનો દાવ પણ ખેલી જોયો પણ યોગી હાથ જ મૂકવા નથી દેતા. યુપીમાં પોલીસ અને સરકારી કર્મચારીઓ ભાજપના કાર્યકરોને ગણકારતા જ નથી તેથી કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હોવાથી ભાજપ હારી ગયો એવી રેકર્ડ ભાજપના કેટલાક નેતા વગાડે છે, આ મુદ્દો ઉઠાવીને યોગીને વેતરી નાખવાનો દાવ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનાં કારણોની સમીક્ષા કરવા બોલાવાયેલી બેઠકમાં ખેલાયેલો.


ભાજપમાં નરેન્દ્ર મોદીના રાજકીય વારસ બનવા માટે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે હરીફાઈ ચાલે છે તેથી અમિત શાહ યોગીને કટ ટુ સાઈઝ કરી દેવા માગે છે. તેના ભાગરૂપે શાહે પોતાના રમકડા જેવા નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને મોકલેલા કેશવ પ્રસાદે યોગીને ટાર્ગેટ કરીને કહ્યું કે, સંગઠન સરકાર કરતાં ઉપર છે અને કોઈ વ્યક્તિ કે સરકાર સંગઠનથી ઉપર ના હોઈ શકે. યોગીએ તો યુપીમાં ભાજપ અતિ આત્મવિશ્ર્વાસમાં હાર્યો છે એવું કારણ રજૂ કરીને હારની જવાબદારી સીધી મોદી પર જ નાખી દીધી. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સૌથી આત્મવિશ્ર્વાસમાં હતા ને પોતાની ગેરંટીના જોરે જીતી જવાની વાતો કરતા હતા એ જોતાં અતિ આત્મવિશ્ર્વાસની વાત બીજા કોને લાગુ પડે ? યોગીએ કટાક્ષ પણ કર્યો કે, ભાજપના કાર્યકરો સોશિયલ મીડિયામાં સવાર-સાંજ ગુડ મોર્નિંગના મેસેજ મોકલી શકે છે પણ વિપક્ષો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલી દેશે કે અનામત નાબૂદ કરી દેશે એવો પ્રચાર કરતા હતા તેનો જવાબ કેમ આપી શક્યા નહીં ? યોગીએ તો દેશ સંકટમાં હોવાનું કહીને મોદીને પણ લપેટી લીધા. મોદી વડાપ્રધાન પદે હોવા છતાં દેશ સંકટમાં હોવાની યોગીની ટીકાનો શો અર્થ એ કોઈને કહેવાની જરૂર નથી.

Reporter: admin

Related Post