ઝિગોંગ: ચીનના દક્ષીણ પશ્ચિમી પ્રાંત સિચુઆનમાં બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ઝિગોંગ શહેરના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, આ ઘટનામાં 16 લોકોના મોત થયા છે.
ચીનના સરકારી મીડિયા અનુસાર ઝિગોંગ શહેરમાં 14 માળની ઈમારતમાં આગ લાગી હતી. જેના કારણે અનેક લોકો બિલ્ડીંગની અંદર પણ ફસાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો જોઈ શકાય છે.મીડિયા રીપોર્ટસ અનુસાર, આગની માહિતી મળતાની સાથે જ 300 ઈમરજન્સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ઈમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ 30 લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે બિલ્ડીંગમાં ચાલી રહેલા બાંધકામને કારણે આગ લાગી હતી, શરૂઆતમાં સ્પાર્ક થયો હતો ત્યાર બાદ આગ ફેલાઈ હતી. જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. કાળો ધુમાડો પણ નીકળી રહ્યો છે, જે દૂરથી જ દેખાઈ રહ્યો છે. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
Reporter: admin