વડોદરા શહેરમાં આવેલ માંજલપુર વિસ્તારમાં આવેલ સ્ટેલા મેરી સ્કૂલમાં બે જુલાઈ ના રોજ ખોખોની રમત રમવામાં આવી હતી ત્યારે ધૈર્ય ચૌહાણ નામનો વિદ્યાર્થી પડી જતા ગંભીર ઇજા થતા પરિવાર દ્વારા હોસ્પિટલ નો તમામ ખર્ચ સ્કૂલ આપે તેવી માંગણી કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં સ્કૂલની બેદરકારી સામે આવી છે. શહેરમાં માંજલપુર વિસ્તારમાં આવેલ સ્ટેલા મેરી સ્કૂલમાં બે જુલાઈ ના રોજ ધોરણ પાંચ ના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના આચાર્ય દ્વારા અગાસી પર ખો ખો ની રમત રમવા લઈ ગયા હતા ત્યારે ધૈર્ય ચૌહાણ પડી જતા વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શાળાના પ્રશાસન દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી ત્યારે પરિવાર સ્કૂલ માં પહોંચી ને બાળકને સન સાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબો દ્વારા એક્સ રે પાડવામાં આવ્યો હતો ત્યારે જોવામાં આવ્યું કે બાળકના બે હાડકા તૂટી ગયા છે જેના બાદ તબીબો દ્વારા પરિવારને કહેવામાં આવ્યું કે બાળકનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવું પડશે ત્યારે ડોક્ટર દ્વારા ઓપરેશનનો ખર્ચ 38,000 થી વધુ જાણ કરવામાં આવી હતી
ત્યારે પરિવાર દ્વારા ડોક્ટર ને કહ્યું કે બાળકનું ઓપરેશન શરૂ કરી દો ત્યારે પરિવાર દ્વારા સ્કૂલમાં બાળકને થયેલી ઇજા નું કારણ જાણવા માટે ગયા હતા ત્યારે સ્કૂલના શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યો હતો કે ધોરણ પાંચ ના તમામ બાળકોને ટેરેસ પર ખો ખો ની રમત રમવા લઈ ગયા હતા ત્યાં ધેર્ય ચૌહાણ પડી ગયો હતો અને પરિવાર દ્વારા ટેરેસ પર જઈને જોયું તો ટેરેસ પર પાણી ના ખાબોચિયા જોવા મળ્યા હતા જેથી બાળક પડી જતા ગંભીર ઇજા થઈ હતી અને પરિવાર દ્વારા સ્કૂલ પ્રશાસનને કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલનો ખર્ચ સ્કૂલ ભોગવે તેવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્કૂલ દ્વારા યોગ્ય જવાબ ન મળતા પરિવાર દ્વારા સ્કૂલની બહાર ધરણા કરવાની ફરજ પડી હતી ત્યારે સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ને જાણકારી આપતાં પોલીસ બોલાવી હતી ત્યારે સામાજિક સંસ્થા મધ્યસ્થ થઈ સ્કૂલના આચાર્ય સાથે વાતચીત કરી હતી ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ એ પરિવારના પાંચ સભ્યો સાથે વાત કરી હતી અને લેખિતમાં બાહેધરી આપી હતી કે આ બાળકનો તમામ ખર્ચ સ્કૂલ આપશે.
Reporter: News Plus